---Advertisement---

CBSE RESULT 2025 : ધોરણ 10-અને 12 નું રિજલ્ટ જાહેર

CBSE RESULT 2025
---Advertisement---

CBSE RESULT 2025 : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને ધોરણ 12નું રિજલ્ટ મંગળવાર જાહેર કરવામાં આવ્યું . CBSE સત્તાવાર વેબસાઈટ results.cbse.nic.in પર રિજલ્ટ જાહેર કરવામાં આવી હતી

CBSE RESULT 2025 : આ વર્ષ ધોરણ 10નું રિજલ્ટ 93.66 ટકા રિજલ્ટ આવ્યું છે. આ વર્ષ કુલ 17 લાખથી  વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. ધોરણ 12ના પરિણામો જાહેર કરી હતી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ વર્ષે કુલ 1704367 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 1692794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1496307 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

આ વખતે ધોરણ 12 રિજલ્ટ 88.39 ટકા આવ્યું છે.ગયા વર્ષનું 87.98 ટકા આવ્યું હતું . ધોરણ 12માં બોર્ડની પરીક્ષા 0.41 ગુણનો વધારો થયો છે. આ વર્ષ પણ છોકરીઓ બાજી મારી છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.64% છે. છોકરાઓની ટકાવારી 85.70% છે

ધોરણ 10માં પણ છોકરીઓ બાજી મારી છે. છોકરીઓની પાસ ટકાવારી 95% હતી અને છોકરાઓ 92.63 ટકાવારી હતી

https://www.results.nic.in

CBSE એ માહિતી આપી કે ધોરણ 10-12 2024-2025 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જણાવવામાં આવે છે કે ધોરણ 12 નું પરિણામ CBSE.gov.in, result.nic.in અથવા Digi Locker.in પર જઈને જોઈ શકાય છે

જો આપણે CBSE ના જિલ્લાવાર પરિણામો પર નજર કરીએ તો,  વિજયવાડામાં 99.60 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ પછી, ત્રિવેન્દ્રમનું પરિણામ 99.32 ટકા આવ્યું છે. આ ઉપરાંત ચેન્નાઈમાં 97.39 ટકા, બેંગલુરુમાં 95.95 ટકા, દિલ્હી પશ્ચિમમાં 95.39 ટકા, દિલ્હી પૂર્વમાં 95.06 ટકા, ચંદીગઢમાં 91.61 ટકા, પંચકુલામાં 91.17 ટકા, પુણેમાં 90.93 ટકા, અજમેરમાં 9.40 ટકા, ભુવનેશ્વરમાં 83.64 ટકા, ગુવાહાટીમાં 83.62 ટકા, દેહરાદૂનમાં 83.45 ટકા, પટનામાં 82.86 ટકા, ભોપાલમાં 82.46 ટકા અને નોઈડામાં 81.29 ટકા અને પ્રયાગરાજમાં 79.53 ટકા પરિણામ આવ્યું છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment