આજે 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી: ભારે વરસાદ વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે પણ 16 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ચોમાસું સૌપ્રથમ 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી સ્થિતિ જોવા મળશે. 15 થી 18 જૂન સુધી વરસાદી ગતિવિધિઓ વધશે, જેમાં 16 અને 17 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે.
આજે 16 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
આજે13 મી તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, તાપી, નવસારી, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો અનુભવ થઈ શકે છે, જોકે બપોરે પવન ફૂંકાતા ગરમીથી આંશિક રાહત મળશે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ કહે છે કે16 થી 24 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, હાલ અમદાવાદમાં હવામાન શુષ્ક રહેશે. 14 જૂને સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં વાવાઝોડાની શક્યતા છે.
આવતીકાલે કયા જિલ્લાઓ માટે આગાહી
કાલે વરસાદી વિસ્તારોમાં વધારો થશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ સાથે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.