WTC Final 2025: દક્ષિણ આફ્રિકાએ ચોકર્સનું ટેગ હટાવ્યું, 27 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતી.ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું.દક્ષિણ આફ્રિકા વર્લ્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપ
WTC Final 2025: દક્ષિણ આફ્રિકા વર્લ્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપ જીતી લીધી છે. તેણે ચોકર્સનો ટેગ હટાવીને આઈસીસી ટ્રોફી જીતી છે. એડન માર્કરામની સદી (136) અને ટેમ્બા બાવુમાની અડધી સદી (66) ની મદદથી દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે વિજય મેળવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા 282 રનના પડકાર સામે દક્ષિણ આફ્રિકાએ ચોથા દિવસે 83.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 282 રન બનાવી લીધા હતા.
દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા સફળ રહ્યું છે. દક્ષિણ આફ્રિકા 27 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. છેલ્લે 1998માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
દક્ષિણ આફ્રિકા એક એવી ટીમ તરીકે ઓળખાય છે જે મોટી મેચોમાં ગૂંચવાઈ જાય છે. આ ટીમે 1998માં તેની પહેલી અને છેલ્લી ICC ટુર્નામેન્ટ જીતી હતી. તે ICC નોકઆઉટ ટુર્નામેન્ટ હતી. ત્યારથી દક્ષિણ આફ્રિકા કોઈ પણ ટુર્નામેન્ટ જીતી શક્યું નથી, પછી ભલે તે ODI હોય T20 હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી. જો દક્ષિણ આફ્રિકા, જે તેની પહેલી WTC ફાઇનલ રમી રહ્યું છે, તે જીતે છે તો તે 27 વર્ષમાં તેની પહેલી ICC ટ્રોફી હશે
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 207 રનમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. જેથી દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 282 રનનો પડકાર મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે સૌથી વધારે અણનમ 58 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ 4 વિકેટ અને લુંગી એનગિડીએ 3 વિકેટ ઝડપી હતી.