---Advertisement---

Operation Sindoor: ભારતીય સેના પર ગર્વ, ભારતે પાકિસ્તાનમાં કાળો કહેર વર્તાવ્યો

Operation Sindoor
---Advertisement---

Operation Sindoor: પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કર્યા બાદ સુરક્ષિત રીતે પાછા ફર્યા તમામ ભારતીય સૈનિકો, 9 આતંકવાદી ઠેકાણાઓનો કર્યો નાશ.

Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો.

Operation Sindoorઓપરેશન સિંદૂર

  • પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક.
  • પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી.
  • પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકોના મોત થયા હતા.
  • કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે.

પહલગામ હુમલાનો બદલો ભારતનો ‘OperationSindoor‘ શરૂ કર્યું હતું, ભારતની રાત્રે 1.44 કલાકે પાકિસ્તાન-POK માં 9 આતંકી ઠેકાણાઓ પર ટાર્ગેટેડ સ્ટ્રાઇક. સંરક્ષણ મંત્રાલય દ્વારા રાત્રે 1.44 કલાકે પ્રેસ રિલીઝ જાહેર કરી ‘OperationSindoor‘ ની માહિતી આપી. રક્ષામંત્રી રાજનાથસિંહે રાતે 2:46 કલાકે ટ્વીટર પર પોસ્ટ કરી ‘ભારત માતા કી જય’. ભારતીય વાયુસેનાની બહાવલપુર, કોટલી, મુઝફ્ફરાબાદ પર ટાર્ગેટેડ સ્ટ્રાઇક.

આ પણ ખાસ વાંચો:

ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. સશસ્ત્ર દળો ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment