IPL 2025 સ્થગિત : IPL 2025ની બાકી મેચ ટુનાર્મેન્ટ મેચ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે
IPL 2025 સ્થગિત
ipl અંગે BCCI ના વાઈસ પ્રેસિડેન્ટે PTI સાથેની વાતચીતમાં કહ્યું કે, એક અઠવાડિયા પછી, પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવશે અને સરકાર અને હિસ્સેદારોના મંતવ્યો પૂછવામાં આવશે, જેના પછી નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
ગુરુવારે ધર્મશાળામાં રમાઈ રહેલી મેચ અધવચ્ચે જરોકી દેવામાં આવી હતી ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્લી કેપીટલ્સ વચ્ચે મેચ ચાલી રહી હતી ફક્ત દસ ઓવર રમાઈ હતી ત્યરે અચાનક ફ્લડલાઇટ બંધ થઈ ગઈ
આ નિર્ણય IPL ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તમામ મુખ્ય હિતધારકો સાથે યોગ્ય ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો. ઘણા ફ્રેન્ચાઇઝીઓએ તેમના ખેલાડીઓની ચિંતાઓ અને ભાવનાઓ તેમજ બ્રોડકાસ્ટર, સ્પોન્સરો અને ફેનોની રાય રજૂ કરતાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. BCCIને આપણા સશસ્ત્ર દળોની ક્ષમતા અને તૈયારી પર સંપૂર્ણ વિશ્વાસ છે, તેમ છતાં બોર્ડે તમામ હિતધારકોના સમૂહ હિતને ધ્યાનમાં રાખીને વિચારીને નિર્ણય લીધો છે.
આ મહત્વપૂર્ણ સમયે, BCCI રાષ્ટ્રની સાથે મજબૂત રીતે ઉભું છે. અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો અને આપણા દેશના લોકો સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, હિંમત અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના ઓપરેશન સિંદૂર હેઠળના પરાક્રમી પ્રયાસો રાષ્ટ્રનું રક્ષણ અને પ્રેરણા આપવાનું ચાલુ રાખ્યું છે, કારણ કે તેઓ તાજેતરના આતંકવાદી હુમલા અને પાકિસ્તાનના સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા અનિચ્છનીય આક્રમણનો મજબૂત જવાબ આપી રહ્યા છે.