IPL 2025 રીટન : ipl ની બાકીની મેંચ શેડ્યૂલમાં ટુક સમયમાં જાહેર થઈ શકે છે ipl ફ્રેન્ચાઇઝીઓને નવા શેડ્યૂલમાં જાણ કરવામાં આવશે
IPL 2025 રીટન : ભારત અને પાકિસ્તાન વચ્ચે 7 મેં 10 મે સુધી તણાવપૂર્ણ જોતા બીસીસીઆઈ એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી હવે યુદ્ધવિરામ લાગુ થઈ ગયું છે બોર્ડ 16 મેથી ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ એમ ત્રણ સ્થળોએ બાકીની 16 મેચોનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે.
IPL 2025 – બાકીની મેચ નવા શેડ્યૂલમાં ટુક સમયમાં જાહેર કરશે
ipl ફ્રેન્ચાઇઝીઓને રવિવારે રાત સુધી નવા શેડ્યૂલમાં અને સમય જાણ કરવામાં આવશે ધણી ફેન્ચાઈઝીઓમાં વિદેશી ખેલાડીઓના ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બીસીસીઆઈના એક સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આઈપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હોવાથી, આઈપીએલની ફાઇનલ હવે 25 મેના બદલે 30 મેના રોજ મર્યાદિત સ્થળોએ રમાય તેવી શક્યતા છે. શેડ્યૂલ આજે રાત સુધીમાં બધી આઈપીએલ ટીમોને મોકલી દેવામાં આવશે.
આ પણ ખાસ વાંચો:
- Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નીવૃતિ લીધી
- ગુજરાત RTE Admission: પ્રથમ રાઉન્ડના અંતે 13484 બેઠક ખાલી છે જેમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ 86,274 વિદ્યાર્થીઓને મળેલ છે
- Earthquake Today 5.6ની તીવ્રતા તિબેટમાં ભૂકંપ આવો ભારતના ધણા રાજ્યમાં ભુંકપ અનુભવ થયો
- IPL 2025 રીટન : બાકીની મેચ નવા શેડ્યૂલમાં ટુક સમયમાં જાહેર કરશે
- Gujarat Weather: રાજ્યમાં હજી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI એ પંજાબ કિંગ્સ સિવાયની બધી ટીમોને મંગળવાર સુધીમાં પોતપોતાના સ્થળોએ રિપોર્ટ કરવા કહ્યું છે. ખેલાડીઓ ભેગા થયા પછી શુક્રવાર સુધીમાં IPL ફરી શરૂ થઈ શકે છે. બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓને તેમના વિદેશી ખેલાડીઓને તેમની મુસાફરી યોજનાઓ વિશે માહિતી આપવા પણ કહ્યું છે. હાલમાં 12 આઈપીએલ મેચ બાકી છે, તેથી બીસીસીઆઈને બાકીના મેચો પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા બે અઠવાડિયાની જરૂર છે. રિપોર્ટ અનુસાર, વધુ ડબલ હેડર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શુક્રવારે બીસીસીઆઈ દ્વારા આઈપીએલને સત્તાવાર રીતે સ્થગિત કર્યા પછી મોટાભાગના વિદેશી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તેમના ઘરે જવા રવાના થઈ ગયા હતા. હવે ફ્રેન્ચાઇઝી તેને પાછા બોલાવવાની વ્યવસ્થા કરી રહી છે. બીસીસીઆઈએ ફ્રેન્ચાઇઝીઓને મંગળવાર સુધીમાં પોતપોતાના ખેલાડીઓ ભેગા કરવા જણાવ્યું છે.