Asteroid Collide Threat: ભારત સાથે અથડાનારો એસ્ટ્રોઇડ, એટલે કે લઘુગ્રહ હવે ચંદ્ર સાથે અથડાઈ શકે છે. ભારતને ‘રિસ્ક ઝોન’માં સમાવેશ કરવામાં આવ્યું હતું. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન NASA તેમજ યુરોપિયન સ્પેસ એજન્સી ESA દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ખૂબ જ મોટો ગ્રહ, એટલે કે એસ્ટ્રોઇડ 2024 YR4 પૃથ્વી નજીકથી પસાર થઈ રહ્યો છે. આ ગ્રહ પૃથ્વી સાથે અથડાવાની શક્યતા પહેલા એક ટકા હતી, જે પછી બમણો થઈ બે ટકા અને ત્યારબાદ ત્રણ ટકા થઈ ગઈ. જો કે, હવે તે પૃથ્વિ કરતાં ચંદ્ર સાથે અથડાવાની શક્યતા વધુ છે. આ એસ્ટ્રોઇડને ‘સિટી ડિસ્ટ્રોયર’ તરીકે ઓળખવામાં આવે છે અને તેની પહોળાઈ 40 થી 100 મીટર છે. 2032ની ડિસેમ્બરમાં તે પૃથ્વી સાથે અથડાશે એવી ચર્ચા હતી.
લઘુગ્રહનો માર્ગ
નાસાની જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કો દ્વારા આ લઘુગ્રહના માર્ગને ફરી ટ્રેક કરવામાં આવ્યો છે, જેના દ્વારા ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે. અગાઉ, આ લઘુગ્રહ સુર્યના કારણે દેખાતો ન હતો, પરંતુ હવે તેની વિગતો ઉપલબ્ધ થઈ રહી છે. એન્ડી રિવ્કિનની ટીમ દ્વારા આ માર્ગ અંગે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોન હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીમાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટા આધારે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ માહિતી અનુસાર, ચંદ્ર સાથે અથડાવાની શક્યતા હવે 4.3 ટકા છે. પૃથ્વી સાથે અથડાવાની શક્યતા પહેલા બે થી ત્રણ ટકા હતી, પરંતુ હવે તેનાથી બમણું ચાન્સ ચંદ્ર સાથે અથડાવાનું છે
પૃથ્વીને કેટલું જોખમ
જો 2032માં આ લઘુગ્રહ ચંદ્ર સાથે અથડાઈ જાય, તો પણ પૃથ્વી પર તેની કોઈ અસર નહીં થાય અને ચંદ્ર પણ તેની કક્ષાને નહિં છોડે. આ લઘુગ્રહ 2024માં પહેલી વાર દેખાયો ત્યારે પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા ફક્ત એક ટકા હતી. જો કે, 2025ની ફેબ્રુઆરી સુધીમાં તે 3.1 ટકા થઈ ગઈ. જોકે, ઓરબિટના નવા ડેટા અનુસાર, હવે આ જોખમ ઘટી ગયું છે. એપ્રિલ પછી, આ લઘુગ્રહ પૃથ્વીથી ખૂબ જ દૂર પહોંચી ગયો હતો. વિજ્ઞાનીઓ 2028માં ફરીથી આ લઘુગ્રહના આકાર અને અન્ય ડેટા અંગે અભ્યાસ કરશે
ચંદ્ર સાથેની ટક્કર વિજ્ઞાનીઓ માટે મહત્ત્વની તક
જો 2032માં એસ્ટ્રોઇડ 2024 YR4 ચંદ્ર સાથે અથડાઈ જાય, તો તે વિજ્ઞાનીઓ માટે એક મહત્વપૂર્ણ તક બની શકે. તેમને આવી મોટી ટક્કર પહેલી વાર જોવા મળશે અને તે પરથી તેઓ વધુ ગહન રિસર્ચ કરી શકશે. આ અભ્યાસના આધારે, ભવિષ્યમાં પૃથ્વીના રક્ષણ માટે કેવી તૈયારી કરવી, તે અંગેની માહિતી પ્રાપ્ત થશે.