BOB Peon Recruitment 2025: ધોરણ 10 પાસ ઉમેદવારો માટે સોનેરી તક આવી ગઈ છે, બેંક ઓફ બરોડા દ્વારા ધોરણ 10 પાસ માટે પટ્ટાવાળાની પોસ્ટ માટે 500 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે.
બેંક ઓફ બરોડામાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી.
BOB Peon Recruitment 2025 – બેંક ઓફ બરોડા ભરતી 2025
સંસ્થા | બેંક ઓફ બરોડા (BOB) |
પોસ્ટ | ઓફિસ આસિસ્ટન્ટ/પટાવાળા |
જગ્યા | 500 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 18થી 26 વર્ષ વચ્ચે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23-5-2025 |
ક્યાં અરજી કરવી | bankofbaroda.in |
શૈક્ષણિક લાયકાત:
- ધોરણ 10 પાસ + લોકલ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી
વય મર્યાદા:
- 18 વર્ષથી ઓછી નહિ અને 26 વર્ષથી વધુ ન હોવી જોઈએ
અરજી ફી:
- જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ શ્રેણીના ઉમેદવારોએ ફી તરીકે 600 રૂપિયા ચૂકવવાના રહેશે.
- અન્ય તમામ શ્રેણીઓના SC, ST, PH (વિકલાંગ) અને મહિલા ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી જમા કરાવવાની રહેશે.
આ પણ ખાસ વાંચો:
- IPL 2025: SRH પ્લેઓફની રેસમાંથી બહાર
- Mock Drill In Gujarat: 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ યોજાશે
- Gujarat Weather: ગુજરાતમાં માવઠાનો કહેર, 14 લોકો અને 26 પશુઓના મોત
મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, નોકરીની પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે અરજી કઈ રીતે કરવી?
લાયક અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ ફક્ત સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઇન અરજી” કરવાની રહેશે.
બેંક ઓફ બરોડા ભરતી 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 23-5-2025 છે.