---Advertisement---

GSRTC BUS: લોકરક્ષકની પરીક્ષા માટે GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાશે

GSRTC BUS
---Advertisement---

GSRTC BUS: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય 15 જૂન 2025ના રોજ સવારે 9:30 થી 12:30 સુધી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર સહિતના પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી 2.48 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, ત્યારે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં સરળતા રહે અને મુસાફરીમાં અગવડા ન રહે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એક્સ્ટ્રા બસો દોડાવાશે.  

લોકરક્ષકની પરીક્ષાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ 14-15 જૂન દરમિયાન એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે. જ્યારે ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સદર સમયગાળા દરમિયાન GSRTC દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ http://gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં.  1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.

ઉમેદવારોને સરળ પ્રવાસ સુવિધા પૂરી પાડવા માટે, GSRTC દ્વારા 14 અને 15 જૂનના દિવસોમાં વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા કેન્દ્રની નજીકના ડેપોમાં પહોંચવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment