EARTHQUACK IN PERU NEWS: રવિવારે રાત્રે દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે પેરુના મધ્ય કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના લીધે લીમા અને બંદરીય શહેર કૈલાઓ હચમચી ગયા હતા. આ ભૂકંપમાં એક વ્યક્તિનું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી.
મીડિયા બ્રીફિંગમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રસ્તાઓ અને ઘણી ઇમારતોને નુકસાન થયું છે. સરકારે એલર્ટ જારી કરીને બચાવ ટીમોને ક્ષેત્રમાં તૈનાત કરી છે. એપીના અહેવાલ મુજબ, પોલીસ અધિકારી રામિરો ક્લાઉકોએ જણાવ્યું હતું કે જ્યારે લીમા શહેરમાં ભૂકંપ આવ્યો ત્યારે એક વ્યક્તિ તેની કાર પાસે ઉભો હતો અને કોઈની રાહ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક ભૂકંપને કારણે એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ ગઈ અને કાટમાળ તેના પર પડ્યો. માથામાં ઈજા થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પેરુના રાષ્ટ્રપતિ દિના બોલુઆર્ટે લોકોને તેમના ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.
આ પણ ખાસ વાંચો: Manav Kalyan Yoajana: માનવ કલ્યાણ યોજના આત્મનિર્ભરતા તરફ એક કદમ
ક્યાં હતું ભૂકંપનું કેન્દ્ર?
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 11:35 વાગ્યે પેસિફિક મહાસાગરમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ રાજધાની લીમાથી પશ્ચિમમાં કૈલાઓથી 23 કિલોમીટર 14 માઇલ દક્ષિણ-પશ્ચિમમાં હતું.
એક વ્યક્તિનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
અહેવાલ મુજબ, પોલીસ કર્નલ રામિરો ક્લાઉકોએ જણાવ્યું હતું કે ઉત્તરી લીમામાં એક 36 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતક પોતાના વાહનની બહાર એક મુસાફરની રાહ જોઈ રહ્યો હતો ત્યારે નિર્માણાધીન ઇમારતની ચોથા માળની દિવાલ તૂટીને તેના માથા પર પડી હતી. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે જણાવ્યું હતું કે પાંચ ઘાયલ લોકોની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.