---Advertisement---

Earthquake Today: 5.6ની તીવ્રતા તિબેટમાં ભૂકંપ આવ્યો ભારતના ધણા રાજ્યમાં ભુંકપ અનુભવ થયો

Earthquake Today
---Advertisement---

Earthquake Today : તિબેટમાં 5.6ની તીવ્રતા ભુંકપ આવ્યો નેપાળથી ભારત સહીત ભુંકપનો અનુભવ થયો હતો ભુંકપનું કેન્દ્ર જમીનથી માત્ર 9 કિમી ઉડાઈ હતું. આ ભૂકંપની અસર ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ અનુભવાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીની માહિતી મુજબ, રવિવારે મધ્યરાત્રિ પછી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

તિબેટમાં રાત્રે 2:41 વાગે તિબેટમાં જોરદાર ભુંકપ આવ્યો હતો તેની તીવ્રતા 5.6 હતી નેપાળથી ભારતમાં અનેક રાજ્યમાં ભુક્પનો આચાકાનો અનુભવ થયો હતો ભારતના રાષ્ટ્રીય ભુંકપનો વિજ્ઞાન કેન્દ્ર NCS અને USGS ભુંકપના તીવ્રતા નોધ કરી હતી.

Earthquake Today – તિબેટમાં ભૂકંપ

તિબેટમાં મધ્યરાત્રિના સમય પછી ભારતીય સમય અનુસાર 2:41 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તિબેટ ક્ષેત્રમાં નોંધાયું હતું. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી આપતાં, NCSએ કહ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં થતી ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે. આ દરમિયાન, વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

ભુંકપના જોરદાર આચાકાનો અનુભવતા લોકો પોતાના ધરની બહાર આવિ ગયાહતા ભુંકપ એટલો જોરદાર તીવ્રતાઓ હતો કે પાડોસી દેશમાં અનુભવ થયો હતો નેપાળ,ભૂતાન,બાંગ્લાદેશ,ભારતમાં અનુભવ થયો. ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર,પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ,આસામ, મેધાલય, વગેરે રાજ્યમાં અનુભવ થયો હતો.

આ પણ ખાસ વાંચો:

તાજેતરમાં સમયમાં દેશ અને વિશ્વના ધણા ભાગોમાં ભુંકપની ધટનાઓમાં વધારે જોયા મળશે આપણી પૂથ્વીની અંદર 7 ટેકટોનિક પ્લેટો. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે જોકે ક્યારેક અથડામણ કે ધર્ષણ થાય છે આ કારણોસર પૂથ્વી પર ભુંકપની ઘટનાઓ જોવા મળે છે. આના કારણે સામાન્ય લોકોને સૌથી વધુ તકલીફ પડે છે. ભૂકંપના કારણે ઘરો ધરાશાયી થાય છે, અને હજારો લોકો કાટમાળ નીચે દબાઈને મૃત્યુ પામે છે

ભારતમાં ભુંકપના ક્ષત્રો ક્યાં કયાં છે

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા ભાગ ભૂકંપ-સંભવિત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ક્ષેત્રને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ 4 ભાગોમાં વિભાજિત કર્યું છે. ઝોન-5 ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે, જ્યારે ઝોન-2 ને ઓછો સંવેદનશીલ ગણવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-4 માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે, જે ભારે વિનાશનું કારણ બની શકે છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment