---Advertisement---

Gujarat Weather: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી

Gujarat Weather
---Advertisement---

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસા પૂર્વે ફરી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. જેમાં મંગળવારે રાજયમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં 41 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે હવામાન વિભાગ મુજબ ચોમાસા માટે રાહ જોવી પડશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજયમાં 12 થી 15 જુનમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

મે મહિનાના અંતમાં વરસાદ પડ્યા બાદ જૂન મહિનામાં વરસાદે વિરામ લીધો છે. જોકે, અત્યારન દિવસોમા ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40.2 ડિગ્રી પહોંચી ગયો છે. ગરમ પવન ફૂંકાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.

15 થી 22 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી
15 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જેમાં સુરત, નવસારી, ભરૂચ, જંબુસર, વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના મેપ પ્રમાણે 14મી તારીખથી વરસાદનું જોર વધતું જણાશે. હવામાન મેપ પ્રમાણે, 14મી તારીખના રોજ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

15મી તારીખે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment