GUJARAT WEATHER: આજે 26મેં રોજ સુરેન્દ્રનગર,રાજકોટ,બોટાદ,અમરેલી,ભાવનગર,સાબરકાંઠા અને અરવલ્લી વરસાદની ભારે આગાહી છે,
GUJARAT WEATHER: હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જે પછી પણ ત્રણ દિવસ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઇ શકે. એટલે કે આજે દક્ષિણ ગુજરાત જિલ્લાઓના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
28 મે સુધી આવશે ભારે વરસાદ
28 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઇ રહી છે. આ દિવસોમાં 35-50 કિમી પ્રતિકલાક સુધીની પવનની ગતિ રહેશે. ખાસ કરીમે 28મીએ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, ભરૂચ, છોટા-ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં અને દમણમાં, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
આ ખાસ વાંચો : આવકનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરવું
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજકોટ, જુનાગઢ ,અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર ,ગીર સોમનાથ, ભરૂચ, સુરત ,તાપીમાં પણ ઓરેન્જ અલર્ટ..વલસાડ ,દમણ અને દાદરા નગર વરસાદનું ઓરેન્જ એલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યેલો અલર્ટ છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા કમોસમી વરસાદ થશે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે