---Advertisement---

Gujarat Weather : ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લામાં વરસાદની પડી શકે છે

Gujarat Weather
---Advertisement---

Gujarat Weather : ગુજરાતમાં વાતાવરણમાં છેલ્લા આઠ-દસ દિવસમાં પલટો આવ્યો છે  કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે, પરંતુ હજુ લોકોને રાહત મળવાની નથી. રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather : ગુજરાત છેલ્લા કેટલાક દિવસથી ગાજવીજ સાથે વરસાદ થઈરહ્યો છે. તો બીજી બાજુમાં કેટલાક વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ પ્રવર્તી છે .હવામાન વિભાગે વધુ બે દિવસની આગાહી કરી છે. હવામન વિભાગે આગાહી 14મેં 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. 

ગુજરાત હવામન વિભાગે આગાહી 14મે બુધવારે કચ્છ,પોરબંદર,રાજકોટ,જૂનાગઢ,અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. આ વિસ્તારોમાં 30થી 40 કેએમપીએચની ગતિથી ફૂંકાવવાની આગાહી છે.

વરસાદની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. સાપુતારા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. માવઠાની સાથે ગાઢ ધૂમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે.સાપુતારા અને આસપાસના વિસ્તારમાં વરસાદ બાદ ઠંડક પ્રસરી ગઇ. ગિરિમાળાએ ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જ્યા હતા

આપણ ખાસ વાચો : Gujarat high court recruitment 2025 : હાઈકોર્ટમાં આવી ડ્રાઈવરની ભરતી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, હવે રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હાલમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તારીખ 15 સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સમયે વીજળીના કડાકા, તીવ્ર પવન અને ઝરમર વરસાદ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં આંધી-વંટોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તારીખ 17 મે પછી તાપમાનમાં ઉછાળો જોવા મળશે. રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ઉકળાટ, ભેજ અને ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેને કારણે લોકોના આરોગ્ય પર પણ અસર થઈ શકે છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment