Gujarat Weather: છેલ્લા બે દિવસથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં માવઠા (કમોસમી વરસાદ) કાળો કહેર વર્તાવી રહ્યો છે. તંત્ર દ્વારા સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.
Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા 3 દિવસ સુધી વિવિધ જીલ્લામાં રેડ અલેર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સતત બીજા દિવસે એટલે કે સોમવારે પણ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો હતો.
કેટલાક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે માવઠાંના અહેવાલ પ્રાપ્ત થયા છે. ગુજરાતના મોટાભાગના સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો જોવા મળ્યો હતો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી.
Gujarat Weather: ગુજરાતમાં માવઠાનો કહેર
- રાજ્યમાં ઠેર-ઠેર વાવાઝોડું ફૂંકાયું
- વિવિધ વિસ્તારોમાં ભારે વાવાઝોડું ફૂંકાયું
- વીજળીના ગડગડાટ સાથે થયેલા વરસાદે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી
- કેરીના પાક સહિત ખેતીમાં પણ મોટું નુકસાન
ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા વરસાદને કારણે રાજ્યભરમાં 14 જેટલા લોકોના મોત નીપજ્યાં હતા.
જિલ્લો | તાલુકો | મૃતકનું નામ | મૃત્યુનું કારણ |
અમદાવાદ | વિરમગામ | ઠાકોર મંગાજીભાઈ કમશીભાઈ | વીજળી પડવાથી |
આણંદ | આણંદ | કાળીબેન બીલ્લો વસાવા | દિવાલ પડવાથી |
ખેડા | ઠાસરા | કપિલાબેન કેસરીસિંહ ચાવડા | ઝાડ પડવાથી |
દાહોદ | દેવગઢ બારિયા | પટેલ શકરાભાઇ શનાભાઇ, તોપણી ગામ | ઝાડ પડવાથી |
ખેડા | નડિયાદ | સોઢા મહેશભાઈ જુવાનસિંહ, પાલડી ગામ | ઝાડ પડવાથી |
ખેડા | મહેમદાવાદ | બારૈયા રણજીતસિંહ બુધાભાઇ, રૂદકા ગામ | મકાન પડવાથી |
અમદાવાદ | દસક્રોઇ | હિંમાશુ કુમાર ઉર્ફે ચકો રાજેન્દ્રભાઇ પરમાર, જમાલપુર | હોર્ડિંગ પડવાથી |
અરવલ્લી | ભીલોડા | ડામોર વિશાલકુમાર દિપકભાઇ, ધધાસણ ગામ | વીજળી પડવાથી |
અરવલ્લી | મેઘરજ | લાલજીભાઇ શંકરભાઇ ગેલોત, ગોરવાડા ગામ | વીજળી પડવાથી |
દાહોદ | દેવગઢ બારિયા | લબડા મંગીબેન, કુવાબારી ગામ | ઝાડ પડવાથી |
વડોદરા | વડોદરા શહેર | જયેશભાઈ મોરે | કરંટ લાગવાથી |
ખેડા | મહેમદાવાદ | વાલીબેન મોહનભાઇ ભરવાડ, સણસોલી | છત-પેરાફેટ-પતરા પડવાથી |
વડોદરા | વડોદરા શહેર | પર્વત ડાંગર | કરંટ લાગવાથી |
વડોદરા | વડોદરા શહેર | ગીરીશ ચીરે સોમા તળાવ | હોર્ડિંગ પડવાથી |
સૌરાષ્ટ્રમાં ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદના પગલે સમગ્ર શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તેમજ આકાશમાં સત્તત વીજળીના ઝબકારા વચ્ચે ભારે ગરમી બફારા વચ્ચે કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળુ અને આંબા સહિત બાગાયતી પાકમાં ભારે નુકસાનની સંભાવના વર્તાઈ રહી છે.
આ પણ ખાસ વાંચો:
છોટાઉદેપુરમાં ગઈકાલે સાંજે ફુંકાયેલા ભારે વાવાઝોડાએ સમગ્ર શહેર અને જિલ્લાને હચમચાવી દીધું. વીજળીના ગડગડાટ સાથે થયેલા વરસાદે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી કર્યા, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. નગરમાં આખી રાત વીજળી બંધ રહી, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાવાઝોડાને કારણે માત્ર શહેરમાં જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં નુકસાન થયું છે. કેરીના પાક સહિત ખેતીમાં પણ મોટું નુકસાન થયું છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.