---Advertisement---

Gujarat Weather Update : રાજ્યમાં 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે આગામી પાંચ દિવસ તાપમાનમા વધારો થઈ શકે છે

Gujarat Weather Update
---Advertisement---

Gujarat Weather Update : આજે બોટાદ,જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

Gujarat Weather Update : ગુજરાત કેટલાક ભાગમાં કોમસમી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે રાજ્યના કેટલાભાગોમાં આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી આગામી 6 દિવસ સુધી હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું વરસી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, આજે 15 મે 2025ના રોજ રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થઇ શકે છે

આ પણ ખાસ વાચો : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. ત્યાં જ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. વરસાદની સાથે તોફાની પવન પણ ફૂંકાશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાની યલો ચેતવણી જારી કરી છે. આ સમય દરમિયાન આ જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાશે.

18 મે 2025ના રોજ અમરેલી, ભાનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં જ્યારે 19 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment