Gujarat Weather Updates: ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
Gujarat Weather Updates: હાલમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ તેમજ ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ પડયો તેવા સમાચાર મળી રહ્યા છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પલટો થવાની શરૂઆત થઇ ગઈ હતી.
Gujarat Weather Updates – ભર ઉનાળે વરસાદ
- ગુજરાતમાં કમોસમી વરસાદ
- અમદાવાદમાં ઘણી જગ્યાએ વૃક્ષો ધારાશાયી થયા
- મોટાભાગના વિસ્તારમાં ગાજ વીજ સાથે વરસાદ
- 8 મે સુધી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પહેલીથી જ આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં રવિવારના રોજ થી જ વરસાદની શરુઆત થઇ ગઈ હતી. જેમાં મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ સારો એવો વરસાદ પડયો હતો. ગુજરાત રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો છે.
કમોસમી વરસાદના કારણે હાલ તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી કરીને લોકોને ગરમીથી છુટકારો મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
આ પણ ખાસ વાંચો:
આ માવઠાના લીધે જગતનો તાત કહેવાતા ખેડૂતો મુશ્આકેલીમાં મુકાઈ ગયા છે. જથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહીને કારણે ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને નુકસાન થઇ શકે છે.
રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે. 7 અને 8 મે દરમિયાન કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. 6 મેના રોજ ક્યાં પડશે કમોસમી વરસાદ? કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં મંગળવારે કમોસમી વરસાદની આગાહી છે.