IPL 2025 RCB VS KKR : આઈપીએલમાં આરસીબી અને કેકેઆર વચ્ચે અત્યાર સુધીમાં 35 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં કોલકાતાનો વિજય થયો છે. જ્યારે 15 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે
IPL 2025 RCB VS KKR : ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે મુલતવી રાખેલ IPL આજથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થશે જેમાં બધાની નજર તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા વિરાટ કોહલી પર રહેશે. દસ દિવસના અણધાર્યા વિરામ પછી, RCB અને KKR બંને પોતપોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે.
આઈપીએલ 2025 ફરી એક વખત શરુ થઇ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે એક સપ્તાહ માટે પોસ્ટપોસ્ટ
58મી મેચમાં રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 17 મે ના રોજ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં બેંગ્લોર 11 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. જ્યારે કોલકાતાનો 12 મેચમાંથી 5 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.
RCB 11 મેચોમાં 16 પોઈન્ટ સાથે ટેબલ પર બીજા ક્રમે છે અને અહીં જીત મેળવ્યા પછી ટીમ પ્લેઓફમાં પ્રવેશ લગભગ નિશ્ચિત કરી દેશે. KKR 12 મેચોમાં 11 પોઈન્ટ સાથે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને એક પણ હાર ડિફેન્ડિંગ ચેમ્પિયનની નોકઆઉટમાં પ્રવેશવાની આશા પર પાણી ફેરવી દેશે. લીગ બંધ થાય તે પહેલાં બંને ટીમો શાનદાર ફોર્મમાં હતી. જ્યારે RCB એ તેમની અગાઉની ચારેય મેચ જીતી છે, ત્યારે KKR આ મેચમાં સતત બે જીત સાથે ઉતરશે. આવી સ્થિતિમાં, આ ટીમો પોતાની લય કેવી રીતે જાળવી રાખે છે તે જોવું રસપ્રદ રહેશે. જો આપણે કાગળ પર બંને ટીમોની સરખામણી કરીએ તો તેમાં કોઈ શંકા નથી કે RCB KKR પર આગળ રહેશે.