IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 હાલ તેના મહત્વના પડાવ પર પહોચી ગઈ છે, કારણકે હવે દરેક ટીમ પ્લેઓફમાં પહોચવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.
IPL 2025: સનરાઈઝ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ વચ્ચે કાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મેચ યોજાઈ હતી. જે વરસાદના વિઘ્નના લીધે પૂરી મેચ રમાઈ શકી ન હતી, જેથી કરીને બન્ને ટીમોને એક – એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. જેથી કહી શકાય કે હવે SRH પ્લેઓફની રેસ માંથી બહાર થઇ ચુક્યું છે.
IPL 2025
- SRH પ્લેઓફની રેસમાંથી બહાર
- વરસાદને કારણે દિલ્હી અને હૈદરાબાદની મેચ રદ થઇ
આ મેચ વરસાદના કારણે રદ થતા જ 8ના 11 મેચમાં કુલ 7 પોઈન્ટ થયા છે, જેના કારણે હવે તેમને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ 4 ટીમમાં પહોચવાની આશા પર પાણી ફરી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ આ સિઝનમાં પ્લેઓફની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
જોકે, વરસાદથી પ્રભાવિત આ મેચમાં, દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સ પહેલા પૂર્ણ થઈ હતી. મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સના નેતૃત્વમાં બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. દિલ્હીએ માત્ર 7.1 ઓવરમાં 29 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
આ પણ ખાસ વાંચો:
- આજનું રાશિફળ: સિંહ અને તુલા રાશીના લોકોને થશે આર્થિક લાભ
- Gujarat Weather: ગુજરાતમાં માવઠાનો કહેર, 14 લોકો અને 26 પશુઓના મોત
પેટ કમિન્સે કરુણ નાયરને પહેલી જ ઓવરમાં આઉટ કર્યો. પછીની ઓવરમાં તેણે ફાફ ડુ પ્લેસિસને પુલ શોટ પર આઉટ કરાવ્યો. કમિન્સના બોલ પર ફ્લિક શોટ રમતી વખતે અભિષેક પોરેલ પણ આઉટ થઈ ગયો હતો. આ પછી હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટે અક્ષર પટેલ અને કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યા હતા.
આ અરસામાં પેટ કમીન્સે એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. IPL ના ઈતિહાસમાં પાવર પ્લેમાં 3 વિકેટ લેનારો પ્રથમ બોલર કેપ્ટન બની ગયો છે.
ટ્રિસ્ટન સ્ટબ્સ (અણનમ 41, 36 બોલ) અને ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા (41 રન, 26 બોલ)એ દિલ્હીની ઇનિંગ્સને સ્થિર કરી. બંને વચ્ચે 66 રનની ભાગીદારી થઈ, જેના કારણે દિલ્હીનો સ્કોર 7 વિકેટના નુકસાને 133 સુધી પહોંચી ગયો. પરંતુ વરસાદને કારણે આગળની રમત રોકાઈ ગઈ અને મેચ આખરે પરિણામ વિના સમાપ્ત થઈ.