IPO Calendar: 2 મેઇનબોર્ડ IPO છે. સુરતની બોરાના વીવ્સ કંપનીનો આઈપીઓ પણ આ સપ્તાહે ખુલશે. ઉપરાંત નવા સપ્તાહે 3 એસએમઇ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે
IPO Calendar: શેરબજારમાં સુધારા સાથે આઈપીઓ પ્રાયમરી માર્કેટમાં હલચલ વધી રહી છે. 19 મેં 2025 થી શરુ બજારમાં ફરી વખત હલચલ વધી છે. કુલ 5 કંપનીઓ તેમનો ઈશ્યુ રજૂ કરવા જઈ રહી છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને બોરાના વીવ્સ જેવી મોટી કંપનીઓ પણ IPO લઈને આવી રહી છે.
IPO Calendar
આ ઉપરાંત ત્રણ નાની SME કંપનીઓ પણ આવતા અઠવાડિયે IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત ત્રણ કંપનીઓનું લિસ્ટિંગ પણ થશે.
બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ
બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ એક ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે. આ કંપની પુણેમાં છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ તેનો રૂપિયા 2,150 કરોડનો IPO લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ શેરનો ભાવ રૂપિયા 85-90 પ્રતિ શેર નક્કી કર્યો છે. આ IPO 21 મેના રોજ ખુલશે અને 23 મેના રોજ બંધ થશે. રોકાણકારોએ ઓછામાં ઓછા 166 શેર ખરીદવા પડશે.
આ પણ ખાસ વાચો : IOCL એપ્રેન્ટીસ ભરતી 2025 માં 1770 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઓનલાઈન અરજી કરવી
બોરાના વિવ્સ
સુરતની સિન્થેટિક ટેક્સટાઇલ નિર્માતા બોરાના વીવ્સ કંપનીનો 144.89 કરોડ રૂપિયાનો આઈપીઓ 20 મે ખુલી રહ્યો છે. આ મેઇનબોર્ડ આઈપીઓ છે. આ આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 205 – 216 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 69 શેર છે. આઈપીઓ 22 મે બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 23 મે ફાઇનલ થશે. ત્યાર પછી 27 મેના રોજ BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે.
ડાર ક્રેડિટ અને કેપિટલ આઈપીઓ
કાર ક્રેડિટ અને કેપિટલ કંપનીનો આઈપીઓ 21 મે ખુલશે અને 23 મે બંધ થશે.25.66 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 57-60 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 26 મે શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર પછી 28 મેના રોજ એનએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે. આ કંપનીની સ્થાપના 1994માં થઈ હતી. આ કંપની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી) છે
યુનિફાઇડ ડેટા ટેક સોલ્યુશન આઈપીઓ
યુનિફાઇડ ડેટા ટેક સોલ્યુશન આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 22 મે ખુલશે. તે વર્ષ 2025માં અત્યાર સુધીનો સૌથી મોટો એસએમઇ આઈપીઓ છે. કંપની આઈપીઓ દ્વારા 144.47 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 260 – 273 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 400 શેર છે. 26 મે આઈપીઓ બંધ થયા બાદ 27 મેના રોજ શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. 29 મે બીએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે
3 કંપનીના શેર લિસ્ટિંગ થશે
આ અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ પર 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે. જેમા વર્ચ્યુઅલ ગેલેક્સી ઇન્ફોટેકના શેર લિસ્ટિંગ 19 મેના રોજ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર થશે. તો 20 મેના રોજ ઇન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સ અને 21 મેના રોજ એક્રિશન ફાર્માસ્યુટિકલ્સનો શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવાનો છે.