નવોદય વિદ્યાલય પ્રવેશ ૨૦૨૫-૨૬: ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક! નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ ધોરણ 6 માં પ્રવેશ માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 નું આયોજન કર્યું છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2025 છે. પરીક્ષા 13 ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે. પાત્ર વિદ્યાર્થીઓ cbseitms.rcil.gov.in દ્વારા અરજી કરી શકે છે.
આ પરીક્ષા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર સૂચના વાંચવી પડશે અને પાત્રતા અને અન્ય શરતો તપાસવી પડશે. વધુ માહિતી માટે, નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઇટ navodaya.gov.in ની મુલાકાત લો
નવોદય વિદ્યાલય પ્રવેશ 2025-26
સંગઠન | નવોદય વિદ્યાલય સમિતિ (NVS) |
પરીક્ષા | જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી (JNVST) 2025 |
પ્રવેશ | ગ્રેડ 6 |
અરજી | ઓનલાઈન |
પરીક્ષા તારીખ | 13-12-2025 |
સ્થળ | ભારત |
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 માટે યોગ્યતા
શૈક્ષણિક લાયકાત:
વિદ્યાર્થી 25-26 શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ ૫ માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
વિદ્યાર્થી સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં ધોરણ 3 અને 4 પૂર્ણ કરેલો હોવો જોઈએ.
વિદ્યાર્થી જે જિલ્લામાં નવોદય વિદ્યાલય સ્થિત છે ત્યાં રહેતો હોવો જોઈએ.
આ પણ ખાસ વાંચો: સીખો શોર્ટ લર્નિંગ વીડિયો એપ
વય મર્યાદા: વિદ્યાર્થીનો જન્મ1 મે 2013થી 31 જુલાઈ2015 (બંને તારીખો સહિત) ની વચ્ચે થયો હોવો જોઈએ. SC/ST/EWS/OBC/PwD માટે ઉંમરમાં ૨ વર્ષની છૂટ લાગુ પડે છે.
અરજી ફી
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ માટે કોઈ અરજી ફી નથી. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 માટે કેવી રીતે અરજી કરવી?
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 માટે અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:
સૂચના વાંચો: સૂચના ડાઉનલોડ કરો અને પાત્રતા તપાસો.
વેબસાઇટ પર જાઓ: NVS પોર્ટલ અથવા navodaya.gov.in પર જાઓ.
રજીસ્ટ્રેશન: વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને વાલીની વિગતો સાથે નોંધણી કરાવો. નોંધણી નંબર અને પાસવર્ડ જનરેટ કરવામાં આવશે.
અરજી ફોર્મ ભરો: વિદ્યાર્થીની વ્યક્તિગત, શૈક્ષણિક અને જિલ્લાની વિગતો ભરો.
દસ્તાવેજો અપલોડ કરો: વિદ્યાર્થીનો ફોટો (10-100 KB), સહી (10-100 KB), અને વાલીની સહી (JPG/JPEG) અપલોડ કરો.
અરજી સબમિટ કરો: ફોર્મ તપાસો, તેને સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.
જરૂરી દસ્તાવેજો
વિદ્યાર્થીનો ફોટો (JPG/JPEG, 10-100 KB)
વિદ્યાર્થીનો સહી (JPG/JPEG, 10-100 KB)
વાલીનો સહી (JPG/JPEG, 10-100 KB)
જન્મ તારીખનો દાખલો
ધોરણ 5 પ્રમાણપત્ર (શાળા દ્વારા)
રહેઠાણનો પુરાવો (જિલ્લા માટે)
જાતિનો દાખલો (SC/ST/OBC/EWS માટે, જો લાગુ હોય તો)
PwD પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
આધાર કાર્ડ (વૈકલ્પિક)
મહત્વની તારીખ:
Detail | Date |
---|---|
અરજી કરવાની છેલ્લી તારીખ | 29-07-2025 |
પરીક્ષા તારીખ | 13-12-2025 |
લીક: