---Advertisement---

Nicholas Pooran Retirement: આ સ્ટાર ખેલાડીની માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત

Nicholas Pooran
---Advertisement---

Nicholas Pooran Retirement: સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને 9મી જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 29 વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિ અંગે માહિતી આપતા લખ્યું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.’

નિકોલસ પૂરનની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જો કે, તે ટૂંક સમયમાં પાછો ફર્યો અને કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું. વર્ષ 2022માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી.

થોડા દિવસો પહેલા જ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, ત્યારબાદ બીજા એક પ્રખ્યાત વિકેટકીપર-બેટ્સમેનની નિવૃત્તિએ ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા હતા.નિવૃત્તિની જાહેરાત કરતા, 29 વર્ષીય નિકોલસ પૂરને તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ઘણા વિચાર અને વિચાર-વિમર્શ પછી, મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ રમત જેને આપણે પ્રેમ કરીએ છીએ તેણે ઘણું આપ્યું છે અને આપતી રહેશે. મરૂન જર્સી પહેરીને, રાષ્ટ્રગીત માટે ઉભા રહીને, અને જ્યારે પણ હું મેદાન પર પગ મૂકું છું ત્યારે મારું સર્વસ્વ આપી દઉં છું… તે મારા માટે શું અર્થ રાખે છે તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. ટીમનો કેપ્ટન બનવું એ એક વિશેષાધિકાર છે જેને હું હંમેશા મારા હૃદયની નજીક રાખીશ.

તેમણે આગળ લખ્યું, ચાહકોનો – તમારા અતૂટ પ્રેમ બદલ આભાર. તમે મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો અને સારી ક્ષણોને ખૂબ જ ઉત્સાહથી ઉજવી. મારા પરિવાર, મિત્રો અને સાથી ખેલાડીઓનો, હું મને સાથ આપવા બદલ આભાર કહેવા માંગુ છું. તમારા વિશ્વાસ અને સમર્થનથી મને આ બધામાંથી બહાર નીકળવામાં મદદ મળી.” નિકોલસ પૂરને 2014ના અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું, જેના બે વર્ષ પછી તેને T20 ફોર્મેટમાં સિનિયર ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવાની તક મળી. આ પછી, પૂરને 2018માં ODI ફોર્મેટમાં પ્રવેશ કર્યો. તેના શાનદાર પ્રદર્શનને જોતા, આ ડાબા હાથના ખેલાડીને 2019ના વર્લ્ડ કપ માટે ટીમમાં તક મળી.

IPL 2025 માં મચાવી ધૂમ
IPL 2025 માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે પુરણે શાનદાર પ્રદર્શન કર્યું. આ સિઝનમાં પુરણે 14 મેચમાં શાનદાર બેટિંગ કરી અને 196.25 ના સ્ટ્રાઇક રેટથી 524 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી 5 અડધી સદી પણ નીકળી છે. આ ઉપરાંત નિકોલસ પૂરન IPL 2025 માં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન પણ હતો, આ સિઝનમાં તેના બેટથી 40 સિક્સર વાગી છે. 

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment