Panchayat Season 4 Trailer: જીતેન્દ્ર કુમાર અને નીના ગુપ્તા સ્ટારર વેબ સિરીઝનું ધમાકેદાર ટ્રેલર આવી ગયું છે. મેકર્સે નવી રિલીઝ ડેટ પણ જાહેર કરી ફેન્સના ઉત્સાહનો પાર નહીં
Panchayat Season 4 Traile
ની સુપરહિટ વેબ સિરીઝ ‘પંચાયત’ (Panchayat) તેની ચોથી સીઝન (Panchayat Season 4) સાથે વાપસી કરી રહી છે. દર્શકો છેલ્લા ઘણા સમયથી ‘પંચાયત ૪’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેથી નિર્માતાઓએ સિરીઝ થોડી વહેલી રજૂ કરવાની જાહેરાત કરી છે. આજે બુધવારે, ‘પંચાયત ૪’ની નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે, સાથે જ ટ્રેલર Panchayat Season 4 Trailer out પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે ટ્રેલરમાં, ફૂલેરા ગામમાં પ્રધાની ચૂંટણીનો સમગ્ર માહોલ બતાવવામાં આવશે
ભારતના સૌથી પ્રિય મનોરંજન પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો (Prime Video) એ આજે ’પંચાયત સીઝન 4′ નું અદ્ભુત અને મનોરંજક ટ્રેલર રિલીઝ Panchayat Season 4 Trailer Release કર્યું છે. આ સાથે ચાહકોને બીજી ભેટ મળી છે, આ શો હવે પહેલા કરતાં વહેલા સ્ટ્રીમ થશે. ‘પંચાયત’નું નિર્માણ ધ વાયરલ ફીવર (TVF) દ્વારા કરવામાં આવ્યું છે.
પંચાયત સીઝન 4 (Panchayat Season 4) નું નિર્માણ દીપક કુમાર મિશ્રા અને ચંદન કુમાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે, સ્ક્રિપ્ટ ચંદન કુમાર દ્વારા લખવામાં આવી છે, અને દિગ્દર્શન દીપક કુમાર મિશ્રા અને અક્ષત વિજયવર્ગીય દ્વારા સંભાળવામાં આવ્યું છે.
ફુલેરા નામના એક કાલ્પનિક ગામમાં સેટ, પંચાયતની નવી સીઝન ફરી એકવાર નાના શહેરની ધમાલ, લાગણીઓ અને રમૂજી સ્ટોરીથી ભરેલી હશે. આ વખતે, નવા પડકારો સાથે, જૂના અને પ્રિય ચહેરાઓ પાછા ફરશે અને તેમની સાથે, ઘણા રસપ્રદ વળાંકો આવશે. આ શોમાં ફરી એકવાર જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે.
‘પંચાયત સીઝન 4’ Panchayat Season 4 24 જૂનથી ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશોમાં પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. આ સીઝન પ્રાઇમ મેમ્બરશિપમાં સમાવિષ્ટ નવા ટાઇટલમાંથી એક છે.
ટ્રેલરમાં `પંચાયત` શ્રેણીના તમામ લોકપ્રિય પાત્રોની ઝલક જોવા મળે છે. પછી ભલે તે પ્રહલાદ ચા હોય, પ્રધાનજી હોય કે મંજુ દેવી, સેક્રેટરી જી, બનરાકસ, વિકાસ, રિંકી અને વિનોદ હોય. આ વખતે મંજુ દેવી વધુ તીક્ષ્ણ વલણમાં જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવામાં આવે છે અને મતદારોને કેવી રીતે પોતાની તરફ આકર્ષવામાં આવે છે તે પણ રમુજી રીતે બતાવવામાં આવ્યું છે. આ સિઝનમાં, રિંકી અને સચિવજીની પ્રેમકથા પણ આગળ વધી રહી હોય તેવું ટ્રેલરમાં લાગે છે.