---Advertisement---

Rain Forecast for Gujarat: આજનું હવામાન ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યારે ક્યાં થશે માવઠું,

Rain Forecast for Gujarat
---Advertisement---

Rain Forecast for Gujarat: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો સ્થિતિને જોતા આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના શહેરો સુરત, નવસારી,વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં વરસાદની શક્યતા છે.તો છોટાઉદેપુર સહિત અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ગુજરાતભરમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 જૂન સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના 17થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ, આ વખતે ગુજરાતમાં સમયસર ચોમાસુ આવવાના એંધાણ છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી 15 જૂન સુધી હળવો વરસાદ અને ત્યારબાદ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં સમયસર ચોમાસુ બેસવાનું છે, ત્યારે 15 જૂન સુધી હળવા વરસાદ બાદ કડાકા-ભડાકા સાથે સારો એવો વરસાદ થવાની શક્યતા છે. જ્યારે જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી રહી શકે છે. ડિસ્કાયમેટ મુજબ વાત કરીએ તો, જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે

જૂન માસમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે. 4 થી 5 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થશે. તારીખ 5 જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે.

અરબ સાગરમાં 12 થી 15 જૂન બાદ થોડી હલનચલન જોવા મળશે.12 થી 15 જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ના જુદા જુદા ભાગોમાં વરસાદ જોવા મળશે. ખેડૂતોના વાવેતર માટે વરસાદ સારો રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 19 થી 20 જુલાઈ માં પૂર્વ સહિત પશ્ચિમમાં સારો વરસાદ થશે. 28 જુલાઈ બાદ સારો વરસાદ રહેશે. આંધી વંટોળના કારણે ખેડૂતોના ઊભા પાકમાં અસર પડી શકે છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment