Turkey Boycott : વ્યવસાય, અભ્યાસ અને પર્યટન બધું જ બંધ ભારત પાઠ ભણાવશે.JNU એ તુર્કી યુનિવર્સિટી સાથેનો કરાર પણ રદ કર્યો.
Turkey Boycott : દશેના અગ્રણી વ્યપાર સંગઠન. અગ્રણી વ્યાપાર સંગઠન, કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ CAIT એ તુર્કીના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું આહ્વાન કર્યું છે. 16 મેના રોજ યોજાનારી CATની બેઠકમાં આ બહિષ્કાર અંગે રણનીતિ બનાવવામાં આવશે.
દિલ્લી સહિત રાજ્યમાં વ્યાપાર સંગઠનઓમાં કપડા અને માર્બલ સહિત તુકી ઉત્પાદનો બહીષ્કાર કરો છે ,તુર્કીના કાર્પેટ, વસ્ત્રો, માર્બલ અને ક્રોકરી ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે, જેના કારણે આ વ્યવસાયને ફટકો પડશે તે નિશ્ચિત છે.ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ટેકો આપવાને કારણે દેશભરમાં તુર્કીના ઉત્પાદનો અને પર્યટનનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે. EaseMyTrip અને idigbo જેવા ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ્સે તુર્કી જેવા દેશોની મુસાફરી ટાળવા માટે સલાહ આપી છે.ઉદયપુરના માર્બલ વેપારીઓએ આયાત બંધ કરી દીધી છે
બૉયકોટ તુર્કી ઝુંબેશ હેઠળ, એશિયાના સૌથી મોટા માર્બલ હબ ઉદયપુરના માર્બલ વેપારીઓએ તુર્કીથી આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉદયપુર માર્બલ પ્રોસેસર કમિટીના પ્રમુખ કપિલ સુરાનાએ જણાવ્યું હતું કે સમિતિએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તુર્કી પાકિસ્તાનને ટેકો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેની સાથે કોઈ વેપાર કરવામાં આવશે નહીં.
આ પણ ખાસ વાચો : BR Gavial : જસ્ટિસ ગવઈ દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા
તુર્કીમાં ભારતીય પ્રવાસીઓમાં ઘટાડો
તુર્કીની મુલાકાત લેતા ભારતી પ્રવાસીઓ દર વર્ષ 20 ટકા વધારો થઈ રહ્યો છે હવે આ મામલે મોટું નુકસાન સહન કરવું પડશેઅઝરબૈજાનની મુલાકાત લેતા કુલ પ્રવાસીઓમાં ભારતીયો 10 થી 15 ટકા છે. બહિષ્કારના કિસ્સામાં આર્થિક મંદી આવી શકે છે
JNU એ તુર્કી યુનિવર્સિટી સાથેનો કરાર રદ કર્યો
JNU એ તુર્કીની ઇનોનુ યુનિવર્સિટી સાથેના એમઓયુને સસ્પેન્ડ કર્યા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) એ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને તુર્કીની ઇનોનુ યુનિવર્સિટી સાથેના તેના તાજેતરના શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) ને સસ્પેન્ડ કરી દીધો છે.